Religious

આ ખેડૂતને મોગલ માતાએ આપ્યો ચમત્કાર, ખેડૂતની 75 હજાર રૂપિયા ની બેગ ખોવાઈ ગઈ હતી અને પછી…

આ ખેડૂતને મોગલ માતાએ આપ્યો ચમત્કાર, ખેડૂતની 75 હજાર રૂપિયા ની બેગ ખોવાઈ ગઈ હતી અને પછી…

દોસ્તો આજના સમયમાં આપણા ભારત દેશમાં ઘણા બધા આસ્થાના પ્રતીક આવેલા છે. જે પૈકી એક મંદિર કબરાઉ ધામ એટલે કે માતા મોગલ નું છે. જ્યાં માતા મોગલ એ સાક્ષાત પરચા બતાવ્યા છે અને હજારો ભક્તોના દુઃખો દૂર કર્યા છે. આ જ કારણ છે કે આજે દૂર દૂરથી લોકો અહીં માતાજીના દર્શન કરવા માટે લોકો આવતા હોય છે.

જો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં મોગલ માતાના ઘણા બધા મંદિરો છે પરંતુ એમાં પણ કબરાઉ ધામમાં લોકોનું અતૂટ વિશ્વાસ છે. જો માતાજીના દરબારમાં મણીધર બાપા બિરાજમાન છે. જેઓ ભક્તોના દુઃખો સાંભળે છે અને તેનું નિવારણ કરવા જણાવે છે.

આજ ક્રમમાં તાજેતરમાં માતા મુગલે એક ખેડૂત ને પોતાનો પરચો બતાવ્યો હતો. હકીકતમાં મોગલ માતાના પરચા વિશેની વાત માયાભાઈ આહીર એ પોતાના ડાયરામાં કરી હતી અને માયાભાઈના ડાયરા ની સાંભળીને ખેડૂત ખૂબ જ માતાજીથી પ્રભાવિત થયો હતો.

હકીકતમાં આ ખેડૂતના ૭૫ હજાર રૂપિયા ભરેલી બેગ થોડાક સમય પહેલા ખોવાઈ ગઈ હતી અને તેને આ પછી માતા મોગલ ની માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો તેની બેગ પરત મળી જશે તો તે માતાજીના દરબારમાં આવીને તેની માનતા પૂરી કરશે અને માતાજીના આર્શીવાદ લેશે.

જેના થોડાક સમય પછી માતાજીએ વ્યક્તિની માનતા પૂરી કરી હતી અને તેને પૈસાથી ભરેલી બેક પરત મળી હતી. જેના પછી આ વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ માતાના દરબારમાં આવી પહોંચ્યો હતો. આ વ્યક્તિ અહીં આવીને કહ્યું હતું કે મોગલ માતા કળિયુગમાં પણ હાજર હજૂર છે અને તેઓએ મારી માનતા પૂરી કરી છે.

તમને જણાવી દઈએ કે માતાજીના આ દરબારમાં એક પણ રૂપિયો ભેટ સ્વરૂપે લેવામાં આવતો નથી અને ત્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તેને પોતાના મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મોગલ લખવાનું ચૂકતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *